બેચરાજી શહેર ઝોન વિસ્તારના તમામ વેપારી ભાઈઓ તથા વ્યવસાય કરતી તમામ વ્યકિતઓને જણાવવામાં આવે છે ગુજરાત રાજ્ય વ્યવસાય,વ્યાપાર,ધંધા અને રોજગાર વેરા અધિનિયમ (સુધારા) ૨૦૦૮ અન્વયે શીડયુલ નં.૧ ની એન્ટ્રી નં ર થી કે ૧૦ માં નીચે જણાવેલ વ્યવસાયીઓને તા. ૩૧-૧૨-૧૪ સુધીમાં નીચે જણાવેલ દરે વ્યવસાય વેરો નગરપાલિકા,માણસાની ઓફીસમાં કામકાજના દિવસો દરમ્યાન વ્યવસાય વેરો ભરી જવા જાણ કરવામાં આવે છે.
| ક્રમ | વ્યક્તિઓ /વ્યવસાયિઓ | વાર્ષિક દર રૂ. |
|---|---|---|
| ૦૧ | તમામ એડવોકેટ ,સોલીસીટર્સ, નોટરી, ડોક્ટર્સ, કન્સલ્ટન્ટ, આર્કિટેફ ,સી.એ, વિમા એજન્ટ,કોન્ટ્રાક્ટર,દલાલ, ટુર એન્ડ ટ્રાવેલ્સ, ઓપરેટર્સ એજન્સી, કેબલ ટી.વી ઓપરેટર , ટયુશન કલાસીસ, ટયુટોરીયલ ઇન્ટી, આંગડીયા,કુરીયર, હેલ્થ તથા રીક્રીએનશન કલબો, શેર દલાલો, ગુમાસ્તાઓ, ટ્રાન્સપોર્ટસ, નાણાંધીરધાર, વીડીયોપાર્લર, હોટલો, ગેસ્ટહાઉસ, તમામ નાના મોટા ધંધાદારીઓ વિ . | ૧૦૦૦-૦૦ |
| ૦૨ | તમામ પ્રાઇવેટ અને પબ્લીક લીમીટેડ કંપનીઓ, ફેક્ટરી માલિકો , ભાગીદારી પેઢીઓ તમામ બેન્કિંગ કંપનીઓ વિગેરે (સરકાર માન્ય હોય તેવી નોન ગ્રાન્ટેબલ સંસ્થાનઓ) | ૧૦૦૦-૦૦ |
| ૦૩ | ગુજરાત વેટ એકટ ૨૦૦૩ હેઠળ નોંધણીને પાત્ર થતા હોય તેવા તમામ ડીલરો કે જેઓનુ વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા દસ લાખથી વધુ હોય . | ૨૪૦૦-૦૦ |
| ૦૪ | વ્યકિત કે વ્યવસાયીઓની એક કરતા વધુ બ્રાંચ હોય ત્યારે બ્રાંચ દીઠ | ૧૦૦૦-૦૦ |
વ્યવસાયવેરાના દરો
અ - પગારદાર કર્મચારીઓ અથવા રોજમદારો.(માસિક રૂ.માં)
| ક્રમ | પગાર દર | માસિક દર રૂ. |
|---|---|---|
| ૧ | ૦ થી ૫૯૯૯ સુધી | શૂન્ય |
| ૨ | ૬૦૦૦ થી ૮૯૯૯ સુધી | ૮૦-૦૦ |
| ૩ | ૯૦૦૦ થી ૧૧૯૯૯ સુધી | ૧૫૦-૦૦ |
| ૪ | ૧૨૦૦૦ થી વધુ | ૨૦૦-૦૦ |
નોંધ :-
- નોંધણી અંગેના ફોર્મ વ્યક્તિ,વ્યક્તિના વર્ગ લાગુ પડતા દર વિગેરે માહિતી માટે નગરપાલિકા વ્યવસાયવેરા વિભાગમાંથી મળી રહેશે.
- જ્યારે વ્યક્તિ,વ્યવસાયીઓ એક કરતા વધુ કેટેગરીમાં વેરો ભરવાને પાત્ર થતા હોય ત્યારે વેરાઓ સૌથી વધુ લાગુ પડતો દર ભરવાને પાત્ર થાય છે.
- વ્યવસાયવેરો ભરવા માટે ચલણ પધ્ધતિ નાબુદ કરેલ છે.
- વ્યવસાયવેરો રોકડેથી માણસા નગરપાલિકામાં ભરી શકાશે.
- વ્યવસાયવેરા અંગે વધુ માહિતી માટે વ્યવસાય વેરા અધિકારી માણસા નગરપાલિકામાં સંપર્ક સાધવો.
- તા. ૩૧-૧૨-૧૪ પછી વ્યવસાયવેરો ભરનાર ૧૮ વ્યાજ તથા ૧૦ દંડને પાત્ર બનશે.
- દરેક જાતનો ધંધો કરતા વેપારીઓએ વ્યવસાય વેરાનો નંબર લેવો ફરજિયાત છે.
- નગરપાલિકા તરફથી ચકાસણી કરવા માટે નગરપાલિકા અધિકારી આવે ત્યારે વ્યવસાય વેરો નંબર નહી લીધો હોય તો તેઓ પાસેથી દંડ સહીત વસુલાત કરવામાં આવશે.
- જે વ્યવસાયીઓ પોતાની પેઢી બંધ કરે તેની જાણ અવશ્ય નગરપાલિકામાં વ્યવસાય વેરા વિભાગમાં કરવાની રહેશે.
- જે વેપારી પેઢી તથા તમામ જાતના વ્યવસાય કરતાં ઇસમીએ, પોતાની પેઢીમાં નોકરીએ રાખેલ કર્મચારીનો માસિક પગાર રૂ. ૬૦૦૦/- ચુકવતા હોય તે કર્મચારીઓ વ્યવસાય વેરો ભરવા પાત્ર બને છે.
- ઉપરોક્ત સુચનાઓનો અમલ દરેક વ્યવસાયીઓએ ફરજિયાત કરવાનો રહેશે..